આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં આજે ‘સાંક્ય ભાષા દિવસ – 2025’ ઉજવવા આવશે. ભારતીય સાંકેતિક ભાષા સંશોધન અને તાલીમ કેન્દ્ર (ISLRTC) દ્વારા દિવ્યાંગ જનો માટે વિવિધ કાર્યક્રમનું આયોજન કરાશે.આ વર્ષની થીમ ‘સાંક્ય ભાષા અધિકારો વિના માનવ અધિકારો નથી’ પર આધારિત છે, જે દિવ્યાંગ વ્યક્તિઓ માટે સમાનતા, સમાવેશ અને ગૌરવ સુનિશ્ચિત કરવામાં સાંકેતિક ભાષાની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકે છે. કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી ડૉ. વીરેન્દ્ર કુમાર અને મંત્રાલયના રાજ્યમંત્રી બી. એલ. વર્મા આ કાર્યક્રમમાં હાજરી આપશે.સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 23 સપ્ટેમ્બરને આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ તરીકે જાહેર કર્યો છે.
Site Admin | સપ્ટેમ્બર 23, 2025 9:23 એ એમ (AM)
આજે ‘સાંક્ય ભાષા દિવસ – 2025’ ઉજવાશે