આજે સવારે ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવાની સાથે જ દેશભરમાં છઠ પર્વનું સમાપન થયું છે. આ અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ આ પર્વની શુભકામના પાઠવવાની સાથે જ એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં છઠ પર ભક્તો દ્વારા કરવામાં આવતી વિધિઓ બતાવવામાં આવી છે.
નોંધનીય છે કે લોક આસ્થાના આ મહા પર્વની શરૂઆત મંગળવારે નહાય-ખાયથી થઈ હતી, જે આજે ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ સાથે સમાપ્ત થઈ હતી.દિલ્લી તેમજ પટના સહિત સમગ્ર બિહારમાં આજે વહેલી સવારથી જ ગંગા નદી તેમજ જુદા જુદા તળાવ અને જળાશય કિનારા પર બનાવમાં આવેલા છઠ ઘાટ પર ભાસ્કરને અર્ઘ્ય અર્પણ કરવા માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી..
ભારતીય રેલવેએ છઠ પૂજાની ઉજવણીના સમાપન બાદ પ્રવાસીઓના ધસારાને જોતા 500થી વધુ વિશેષ ટ્રેનની વ્યવસ્થા કરી છે. રેલવે બોર્ડે એક નિવેદનમાં જણાવ્યું છે કે આજથી પરત ફરતા મુસાફરો માટે વિશેષ ટ્રેનોની જાહેરાત કરવામાં આવી છે.
Site Admin | નવેમ્બર 8, 2024 7:54 પી એમ(PM) | છઠ પર્વનું સમાપન
આજે સવારે ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવાની સાથે જ દેશભરમાં છઠ પર્વનું સમાપન થયું
