ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 1, 2025 3:26 પી એમ(PM)

printer

આજે સવારના છ વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં રાજ્યનાં 32 તાલુકામાં વરસાદ પડ્યો

આજે સવારના છ વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં રાજ્યનાં 32 તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ બે ઇંચ વલસાડ જિલ્લાના કપરાડામાં, જ્યારે ડાંગ જિલ્લાના સુબીર અને તાપી જિલ્લાના કુકરમુંડામાં પોણો ઇંચ વરસાદ નોંધાયો છે.
તાપી જિલ્લાના અમારા પ્રતિનિધી નિરવ કંસારા જણાવે છે કે, જિલ્લામાં રાત્રિ દરમ્યાન પડેલા વરસાદ વચ્ચે નદી નાળામાં પાણીની ભરપૂર આવક થઈ છે અને નીચું સ્તર ધરાવતા પુલો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ઉકાઈ ડેમની સપાટી 318.89 ફૂટ પહોંચી છે. ડેમમાં પાણીની આવક 33,368 ક્યુસેક અને જાવક 800 ક્યુસેક છે. ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે.
વ્યારા તાલુકાના ભાનાવાડીથી ખુશાલપુરા તરફ જતો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. જિલ્લામાં કુલ 13 માર્ગ પર પાણી ફરી વળતા લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. વ્યારા તાલુકાના 8, ડોલવણ તાલુકાના 2 અને સોનગઢ તાલુકાના 3 માર્ગ બંધ હાલતમાં છે.
મહિસાગર જિલ્લાના પ્રતિનિધિ કૌશિક જોશી જણાવે છે કે, પાનમ ડેમ ની જળ સપાટીમાં ધરખમ વધારાને પગલે એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ઉપરવાસમાં પડી રહેલાં સતત વરસાદને પગલે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. પાનમ ડેમમાંથી 9,968 કયુસેક પાણી પાનમ નદી માં છોડવામાં આવ્યું છે, જેને પગલે જીલ્લાના નદી કાંઠાના 22 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.