પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, આજે આખી દુનિયા ભારતને એક વિશ્વસનીય, જવાબદાર અને મજબૂત ભાગીદાર તરીકે જુએ છે. ગઈકાલે સાંજે નવી દિલ્હીમાં એક ખાનગી મીડિયા હાઉસ દ્વારા યોજાયેલા વિશ્વ સમિટમાં બોલતા, શ્રી મોદીએ કહ્યું કે, ઇલેક્ટ્રોનિક્સથી ફાર્માસ્યુટિકલ્સ અને ઓટોમોબાઇલ્સથી મોબાઇલ ઉત્પાદન સુધી, ભારતમાં રોકાણનો પ્રવાહ વહેતો થઈ રહ્યો છે. તેમણે તાજેતરના EFTA વેપાર કરારને ઉદાહરણ તરીકે ટાંકીને કહ્યું કે આ કરાર હેઠળ યુરોપિયન દેશોએ ભારતમાં 100 અબજ ડોલરના રોકાણો પ્રતિબદ્ધ કર્યા છે. તેમણે કહ્યું કે, આનાથી મોટા પાયે રોજગારીનું સર્જન થશે.શ્રી મોદીએ જણાવ્યું હતું કે ભારત આજે અટકવાના મૂડમાં નથી અને ન તો ઊભું રહેશે, ન તો ધીમું પડશે, તેમણે ઉમેર્યું હતું કે ૧૪૦ કરોડ ભારતીયો સંપૂર્ણ ગતિ સાથે આગળ વધશે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ચિપ્સથી લઈને જહાજો સુધી, તમામ ક્ષેત્રોમાં આત્મનિર્ભર ભારતનો વિશ્વાસ સ્પષ્ટ દેખાય છે. આતંકવાદી હુમલાઓ પછી ભારત હવે મૌન રહેતું નથી, તેના બદલે, તે સર્જિકલ સ્ટ્રાઈક, હવાઈ હુમલા અને સિંદૂર જેવા ઓપરેશન દ્વારા નિર્ણાયક રીતે પ્રતિક્રિયા આપે છે.
Site Admin | ઓક્ટોબર 18, 2025 9:18 એ એમ (AM)
આજે સમગ્ર વિશ્વ ભારતને એક વિશ્વસનીય, જવાબદાર અને મજૂબત ભાગીદાર તરીકે નિહાળે છે – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
