આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે આ નિમિતે પહેલી થી 15 જૂન દરમિયાન મેઘા રકતદાન શિબિરનું આયોજન કર્યું છે.રાજ્યભરમાં અનેક સ્થળોએ યોજાયેલી આ શિબિરમાં અત્યાર સુધી એક હજાર 400થી વધુ યુનિટ રકતદાન કરવામાં આવ્યું છે.
ત્યારે પંચમહાલમાં ગોધરા કોમર્સ કોલેજના NSSના વિધ્યાર્થીઓએ રકતદાન કેમ્પનું આયોજન કર્યું હતું. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગોધરા ખાતે યોજાયેલ આ રકતદાન કેમ્પમાં શહેરના હોતચંદ ધમવાણીએ 151મી વખત રકતદાન કરી એક અનોખો કીર્તિમાન સ્થાપ્યો છે.
સાથે જ અમારાં છોટા ઉદેપુર જિલ્લાના પ્રતિનીધી રાજેશ રાઠવા જણાવે છે કે, જેતપુર પાવી તાલુકાના ડુંગરવાંટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.
Site Admin | જૂન 14, 2025 7:30 પી એમ(PM) | વિશ્વ રક્તદાતા
આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.
