ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 16, 2024 4:23 પી એમ(PM) | વરસાદ | હવામાન

printer

આજે સમગ્ર પશ્ચિમ કિનારાના તટિયપ્રદેશો અને ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગે આજે સમગ્ર પશ્ચિમ કિનારાના તટિયપ્રદેશો અને ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આજે કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, દરિયાકાંઠાના અને દક્ષિણ આંતરિક કર્ણાટક, સૌરાષ્ટ્ર અને કચ્છમાં અલગ-અલગ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે. વિભાગે આ વિસ્તારો માટે રેડ એલર્ટ અને કેરળમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન તેલંગાણા, તટીય આંધ્રપ્રદેશ અને યાનમ, છત્તીસગઢ, ઉત્તર આંતરિક કર્ણાટકમાં ભારે વરસાદની આગાહી કરી છે. આકાશવાણી ન્યૂઝ સાથે વાત કરતા, હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક, આર કે જેનામાણીએ જણાવ્યું હતું કે ઓડિશાના દરિયાકાંઠે હળવુ દબાણ સર્જાયુ છે અને પરિણામે ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટક પ્રદેશોમાં ચોમાસું સક્રિય બન્યું છે.