ડિસેમ્બર 23, 2025 2:06 પી એમ(PM)

printer

આજે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે

આજે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ખેડૂતોના કલ્યાણ માટે પોતાનું જીવન સમર્પિત કરનાર પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહની જન્મ જયંતિના ઉપલક્ષ્યમાં આ દિવસ મનાવવામાં આવે છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન ચૌધરી ચરણ સિંહને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે ચૌધરી ચરણ સિંહે પોતાનું જીવન સમાજના વંચિત વર્ગોના કલ્યાણ તેમજ કૃષિની પ્રગતિ અને ખેડૂતોની સમૃદ્ધિ માટે સમર્પિત કર્યું.
તેમણે કહ્યું કે કૃતજ્ઞ રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનને ક્યારેય નહીં ભૂલી શકાય .