આજે મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં મરાઠી નવું વર્ષ ગુડી પડવો ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યુ છે. આ તહેવાર વસંત ઋતુના આગમનનું પ્રતીક છે. આ પ્રસંગે લોકો પોતાના ઘરોને શણગારે છે અને દરવાજાની બહાર રંગોળી પૂરે છે. પરંપરાગત પોશાક પહેરીને શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે. આજથી ચૈત્ર નવરાત્રીનો પણ પ્રારંભ થઈ રહ્યો છે. જે રામ નવમી પર પૂર્ણ થશે.ગુડી પડવાની શુભેચ્છા પાઠવતા, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નાગરિકોને રાજ્ય અને દેશના વિકાસ માટે સાથે મળીને કામ કરવા વિનંતી કરી. તેમણે નવા વર્ષ પર ખેડૂતો, કામદારો, ઉદ્યોગસાહસિકો અને તમામ લોકોને સમૃદ્ધિ, ખુશી અને પ્રગતિની શુભેચ્છા પાઠવી. તેમણે છત્રપતિ શિવાજી મહારાજના દેશભક્તિ અને સ્વાભિમાનના વારસામાંથી પ્રેરણા લેવા પર ભાર મૂક્યો. મુખ્યમંત્રીએ યુવાનોને ઉદ્યોગસાહસિકતા, શિક્ષણ અને નવીનતામાં સફળતા મળે તેવી શુભેચ્છા પાઠવી અને નવા વર્ષમાં સૌ માટે કુદરતના આશીર્વાદ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. આજે સિંધી ભાઈ-બહેનો દ્વારા ચેટીચાંદની પણ ઉલ્લાસભેર ઉજવણી કરાઈ રહી છે. આજે ભગવાન ઝુલેલાલની શોભાયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
Site Admin | માર્ચ 30, 2025 9:40 એ એમ (AM)
આજે સમગ્ર દેશમાં ગુડી પડવો અને ચેટીચાંદની ઉત્સાહભેર ઉજવણી. ચૈત્રી નવરાત્રીનો પણ પ્રારંભ