આજે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે સોમનાથ અને નાગેશ્વર જ્યોતિર્લીંગ સહિત રાજ્યના વિવિધ શિવમંદિરોમાં વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. મંદિરો “હર હર મહાદેવ”ના નાદથી ગૂંજી ઉઠ્યા છે.
શ્રદ્ધાળુઓ ભગવાન શિવને દૂધ,કાળા તલ અને બિલી પત્રો અર્પણ કરી રહ્યા છે.સોમનાથ અને નાગેશ્વર ખાતે વિશેષ પુજાનું આયોજન કરાયું છે. આજના દિવસે રુદ્રાભિષેકનું વિશેષ મહત્વ રહેલું છે.
Site Admin | ઓગસ્ટ 18, 2025 10:28 એ એમ (AM)
આજે શ્રાવણ માસના છેલ્લા સોમવારે વહેલી સવારથી જ શિવમંદિરોમાં ભક્તોની ભીડ