જુલાઇ 28, 2025 3:57 પી એમ(PM)

printer

આજે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે શ્રદ્ધાળુઓ શિવાલયોમાં ભક્તિમાં લીન બન્યા

આજે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે શ્રદ્ધાળુઓ શિવાલયોમાં ભક્તિમાં લીન બન્યા છે. સોમનાથ મહાદેવ મંદિરે મોડી રાતથી જ ભક્તોનો જમાવડો થયો. વહેલી સવારે 4 કલાકે મંદિરના દ્વાર ખુલતા જય સોમનાથના નાદ સાથે ભાવિકોએ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવ્યુ. તો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ પરિવાર સાથે સોમનાથ પહોચ્યા. શ્રાવણ માસના સોમવારને લઈ દિવસભર સોમનાથમાં વિવિધ પૂજા અર્ચના અને કાર્યક્રમો યોજાશે

પંચમહાલ જિલ્લાના પાલીખંડા ખાતેના મરડેશ્વર ધામ, ગોધરા શહેરનાં અંકલેશ્વર મહાદેવ સહિતના શિવમંદિરોમાં પણ વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી હતી.