આજે શરદ પૂર્ણિમાની રાજ્યભરમાં ઉજવણી કરાશે. શરદપૂર્ણિમાને દિવસે સોળે કળાએ ખિલેલે ચંદ્ર પૃથ્વિની નજીક આવે છે. ત્યારે તેના શીતળ ચંદ્ર કિરણો સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ ગણવામાં આવે છે. જ્યારે આજનો સૌથી મોટી ઉજવણી એટલે ચંદ્રની ચાંદનીમાં મૂકેલા દૂધ પૌઓની મિજબાની માણવાનો છે.આજે લોકો ખુલ્લા આકાશ નીચે દૂધ પૌઆ સહિતના વ્યજનોની મોજ માણીને શરદપૂર્ણિમાની ઉજવણી કરશે. આજના દિવસે રાસ ગરબાનું પણ અમદાવાદ સહિત રાજ્યભરમાં આયોજન કરવામાં આવ્યું છે. ખગોળિય ઘટના અનુસાર આજે પૂર્ણિમાના દિવસે દરિયામાં મોટી ભરતી પણ આવી શકે છે.
Site Admin | ઓક્ટોબર 6, 2025 10:02 એ એમ (AM)
આજે શરદપૂર્ણિમા નિમિત્તે રાજ્યભરમાં રાસગરબાની રમઝટ વચ્ચે દૂધ પૌઆની મિજબાની