એપ્રિલ 10, 2025 8:25 એ એમ (AM)

printer

આજે વિશ્વ હોમિયોપેથી દિવસે ગાંધીનગરમાં આયોજિત હોમિયોપેથી સંમેલનમાં કેન્દ્રીય આયુષ મંત્રી પ્રતાપરાવ જાધવ ઉપસ્થિત રહેશે.

આજે વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. હોમિયોપેથી એ વિશ્વની બીજી સૌથી મોટી તબીબી પ્રણાલી છે. આરોગ્ય સંભાળ માટે સર્વગ્રાહી અભિગમ અને કુદરતી તથા બિન-નુકસાનકારક સારવારને કારણે તે વિશ્વભરના લાખો લોકોને આકર્ષે છે.
આયુષ મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં 10 કરોડથી વધુ લોકો તેમની સ્વાસ્થ્ય જરૂરિયાતો માટે હોમિયોપેથી પર વિશ્વાસ કરે છે. હાલમાં દેશમાં ત્રણ લાખ 45 હજાર નોંધાયેલા હોમિયોપેથિક ડોકટરો, 277 હોસ્પિટલો, આઠ હજારથી વધુ દવાખાનાઓ અને 277 શૈક્ષણિક સંસ્થાઓ છે.
વિશ્વ હોમિયોપેથી દિવસ પ્રસંગે આજે દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.
આજે સવારે ગાંધીનગરમાં ભારત સરકારના આયુષ મંત્રાલય હેઠળની સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપેથી, નેશનલ કમિશન ફોર હોમિયોપેથી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોમિયોપેથીના ઉપક્રમે હોમિયોપેથિક સંમેલન યોજાશે. આ પ્રસંગે આયુષ મંત્રાલયના કેન્દ્રીય મંત્રી પ્રતાપરાવ જાધવ અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.