ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 12, 2025 7:34 એ એમ (AM)

printer

આજે વિશ્વ હાથી દિવસ નિમિત્તે કોઇમ્બતુરમાં રાષ્ટ્રીય ઉજવણીનું આયોજન

આજે વિશ્વ હાથી દિવસ છે. આ નિમિત્તે, આજે તમિલનાડુના કોઈમ્બતુરમાં રાષ્ટ્રીય ઉજવણીના ભાગ રૂપે ઉત્સવનું આયોજન છે. જે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા તમિલનાડુ વન વિભાગના સહયોગથી કરવામાં આવી રહ્યું છે.કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમમાં, વન નીતિ નિર્માતાઓ, વન્યજીવ નિષ્ણાતો અને સમાજના વિવિધ વર્ગના પ્રતિનિધિઓ હાથીઓના સંરક્ષણ અને માનવ-હાથી સંઘર્ષનો સામનો કરવાના માર્ગો પર ચર્ચા કરશે. વિશ્વના લગભગ 60 ટકા જંગલી હાથીઓ ભારતમાં છે. 33 હાથી અભયારણ્યો છે.