આજે વિશ્વ સિંહ દિવસ છે. ગુજરાત એશિયાઈ સિંહોના સંરક્ષણમાં એક મહત્વપૂર્ણ સ્થળ તરીકે જાણીતું છે. પોરબંદર નજીક આવેલું બરડા વન્યજીવન અભયારણ્ય સિંહોના ઇકોલોજી અને વિકાસ તરફ પ્રગતિ કરી રહ્યું છે. ગુજરાતમાં 2025 માં કરવામાં આવેલી સિંહ ગણતરીમાં જાણવા મળ્યું છે કે રાજ્યમાં 891 સિંહ છે અને બરડા અભયારણ્ય સિંહોના સંરક્ષણમાં ગીર અભયારણ્ય કરતાં આગળ છે. દરમ્યાન આજે ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ટીંબડી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાના ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી કરાશે..આ રાજ્ય કક્ષાની ઉજવણીમાં કેન્દ્રીય વન-પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ ઉપસ્થિત રહેશે. ઉપરાંત રાજ્યના જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, અમરેલી, પોરબંદર અને બોટાદ એમ 11 જિલ્લાઓમાં પણ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાશે.
Site Admin | ઓગસ્ટ 10, 2025 8:27 એ એમ (AM)
આજે વિશ્વ સિંહ દિવસ – ગુજરાતના દેવભૂમિ દ્વારકા ખાતે રાજ્યકક્ષાના ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી કરાશે
