આજે 16 જુલાઈએ વિશ્વ સર્પ દિવસ મનાવાશે. સાપના મહત્વને ઉજાગર કરવા અને તેમના સંરક્ષણ દ્વારા જાગૃતિ ફેલાવવાના હેતુથી દર વર્ષે આ દિવસ મનાવાય છે. સાપ એ પ્રકૃતિનું અજોડ સર્જન છે, જે પર્યાવરણની સુંદરતા અને સંતુલનનો અભિન્ન ભાગ છે. સાપ નાના પ્રાણીઓ અને જીવજંતુઓના ભક્ષણ થકી તેમની વસતિને નિયંત્રિત કરી પર્યાવરણની સાંકળમાં મહત્વની ભૂમિકા ભજવે છે. ત્યારે રાજ્યમાં હાલમાં અંદાજે 50થી વધુ સાપની પ્રજાતિ અસ્તિત્વમાં છે. ગાંધીનગરના ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન અને જુનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના સર્પગૃહમાં નાગ, કાળોતરો, ફૂરસો અને ખળચિતડો જેવા ઝેરી તથા અજગર, ધામણ, ભમ્ફોડી, આંધળી ચાકળ જેવા બિન-ઝેરી સાપ આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. જ્યારે વનવિભાગ દ્વારા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સાપ બચાવ ટુકડીએ ગત એક વર્ષમાં અંદાજે 492 જેટલા સાપને બચાવી સલામત સ્થળે છોડવાની કામગીરી કરી છે.
Site Admin | જુલાઇ 16, 2025 10:31 એ એમ (AM)
આજે વિશ્વ સર્પ દિવસ – રાજ્યમાં હાલ 50થી વધુ સાપની પ્રજાતિ અસ્તિત્વમાં