ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ફેબ્રુવારી 13, 2025 7:37 પી એમ(PM) | વિશ્વ રેડિયો દિવસ

printer

આજે વિશ્વ રેડિયો દિવસ છે

આજે વિશ્વ રેડિયો દિવસ છે. દર વર્ષે 13 ફેબ્રુઆરીએ, લોકોમાં રેડિયોના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા વિશ્વ રેડિયો દિવસ ઉજવવામાં આવે છે.
રેડિયોના સર્જનથી લઇને આજ સુધી લોકપ્રિય માધ્યમ બની રહેલા રેડીયોનો ચાહક વર્ગ સેંકડોની સંખ્યામાં છે. ત્યારે વિશ્વ રેડિયો દિવસ પ્રસંગે આજે આકાશવાણી અમદાવાદ ખાતે એક દિવસીય રેડિયો પ્રદર્શન અને ચિત્ર કલા સ્પર્ધા યોજવામાં આવી. પદ્મશ્રી કવિ તુષાર શુક્લએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનું ઉદ્ધાટન કર્યું હતું. આ પ્રસંગે શ્રી શુક્લએ આકાશવાણીના પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું
આજે શાળાના વિદ્યાર્થીઓએ આકાશવાણીની મુલાકાત લઈને લાઇવ પેઇન્ટીંગ કર્યું હતું.
પ્રદર્શનમાં રેડિયા પ્રેમી સિદ્ધાર્થ પટેલનાં સંગ્રહમાંથી વર્ષો જૂના રેડિયો રજૂ કરવામાં આવ્યા છે. રેડિયો સંગ્રહ કરવાના અનેરા જુસ્સા સાથે તેઓ વર્ષ ૧૯૮૦ થી રેડિયો એકત્રિત કરી રહેલા સિદ્ધાર્થ પટેલે પાસે હવે ૧૦૦ થી વધુ પ્રીમિયમ રેડિયો સેટ સંગ્રહિત છે.
આકાશવાણી સાથે વાત કરતા, શ્રી પટેલે જાગૃતિ ફેલાવવા, લોકોને જોડવા અને અધિકૃત માહિતી પૂરી પાડવામાં રેડિયોની ભૂમિકાની પ્રશંસા કરી હતી.