ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 13, 2025 9:04 એ એમ (AM) | આજે વિશ્વ રેડિયો દિવસ

printer

આજે વિશ્વ રેડિયો દિવસ છે.

આજે વિશ્વ રેડિયો દિવસ છે. દર વર્ષે 13 ફેબ્રુઆરીએ, વિશ્વ રેડિયો દિવસ લોકોમાં રેડિયોના મહત્વ વિશે જાગૃતિ લાવવા અને રેડિયો દ્વારા માહિતી મેળવવા માટે પ્રોત્સાહિત કરવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસ રેડિયોની અનોખી શક્તિને યાદ કરવાનો પણ છે જે જીવનને સ્પર્શે છે અને વિશ્વના દરેક ખૂણાના લોકોને એકસાથે લાવે છે. આ વર્ષે વિશ્વ રેડિયો દિવસનો વિષય છે – રેડિયો અને આબોહવા પરિવર્તન.
યુનેસ્કોના ડિરેક્ટર જનરલ ઓડ્રે અઝોલેએ વિશ્વ રેડિયો દિવસ પરના પોતાના સંદેશમાં જણાવ્યું કે, વિશ્વ રેડિયો દિવસ એ સંદેશાવ્યવહારના આ સ્થાયી, બહુમુખી અને વ્યાપક પણે સુલભ માધ્યમની ઉજવણી કરવાની તક છે. તેમણે કહ્યું કે, આ વર્ષે, અમે ઝડપથી બદલાતી દુનિયામાં આબોહવા વિક્ષેપની અસરોને અનુકૂલન કરવા અને ઘટાડવા માટે રેડિયો જે વિવિધ રીતે કાર્ય કરે છે તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છીએ.
વિશ્વ રેડિયો દિવસ પરના પોતાના સંદેશમાં, પ્રસાર ભારતીના અધ્યક્ષ નવનીત કુમાર સહગલે જણાવ્યું કે, સમાચાર અને માહિતીના પ્રસાર દ્વારા, રાષ્ટ્રના સાંસ્કૃતિક અને આર્થિક વિકાસમાં રેડિયોની મહત્વપૂર્ણ ભૂમિકા છે. તેમણે કહ્યું કે, બહુજન હિતાય બહુજન સુખાયના સૂત્ર સાથે, વિશ્વનું સૌથી મોટું રેડિયો નેટવર્ક આકાશવાણી દેશના લોકો સુધી પહોંચી રહ્યું છે.

શ્રોતાઓને શુભેચ્છા પાઠવતા, પ્રસાર ભારતીના મુખ્ય કાર્યકારી અધિકારી ગૌરવ દ્વિવેદીએ કહ્યું કે, એક તરફ, આકાશવાણી ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાઓનું વાહક રહ્યું છે અને બીજી તરફ, તેણે ભારતમાં વૈજ્ઞાનિક પ્રગતિની યાત્રા સાથે મોટા પાયે લોકોને જોડ્યા છે. તેમણે કહ્યું કે, રોજિંદા જીવનનું ભાગ્યે જ કોઈ પાસું હશે જે આકાશવાણીથી અસ્પૃશ્ય રહયું હોય.
વિશ્વ રેડિયો દિવસ પર શુભેચ્છા પાઠવતા, આકાશવાણીના મહાનિર્દેશક ડૉ. પ્રજ્ઞા પાલીવાલ ગૌરે જણાવ્યું કે, લગભગ નવ દાયકાથી આકાશવાણી માહિતી, શિક્ષણ અને મનોરંજન સાથે શ્રોતાઓ સુધી પહોંચી રહી છે.