ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 19, 2024 7:35 પી એમ(PM)

printer

આજે વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણી કરાઇ રહી છે

આજે વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણી કરાઇ રહી છે. તસવીરની કળાએ, માનવ
જીવનને બહુઆયામી,રંગ,ભાવ,ઉર્મિઓ સભર બનાવ્યું છે. એક ચોટદાર તસવીર હજાર શબ્દના
લખાણ બરાબર પુરવાર થાય છે. વડોદરામાં આકૃતિ આર્ટ ગેલેરી ખાતે ફોટો જર્નલિસ્ટસ દ્વારા
ત્રણ દિવસના 11મા વાર્ષિક ફોટો પ્રદર્શન ક્લિકનું આયોજન કરવામાં આવ્યું છે. ગોસ્વામી

વ્રજરાજકુમારે કેમેરો ક્લિક કરીને આ પ્રદર્શનને ખુલ્લુ મૂક્યું હતું.. 21મી ઓગષ્ટ સુધી ચાલનારા
આ પ્રદર્શનમાં અદભૂત તસવીરોને પ્રદર્શિત કરવામાં આવશે..