ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 5, 2024 7:53 એ એમ (AM) | વિશ્વ જમીન દિવસ

printer

આજે વિશ્વ જમીન દિવસ – છેલ્લાં બે દાયકામાં રાજ્યનાં ખેડૂતોને બે કરોડ 15 લાખ સોઇલ હેલ્થ કાર્ડ વિતરિત કરાયા.

આજે પાંચમી ડિસેમ્બરે વિશ્વ જમીન દિવસ તરીકે ઉજવવામાં આવશે.
જમીન એ ખોરાક, પાણી અને પોષણ માટેનો મુખ્ય સ્ત્રોત છે. એટલા માટે જ મનુષ્ય જીવનને ટકાવી રાખવામાં જમીનનું મહત્વ અનન્ય છે. જમીનની ગુણવત્તા જાળવી રાખવા તેમજ જમીન સંરક્ષણની જરૂરિયાત અંગે લોકજાગૃતિ કેળવવા દર વર્ષે પાંચમી ડિસેમ્બરને “વિશ્વ જમીન દિવસ” તરીકે મનાવવામાં આવે છે. આ વર્ષે જમીન દિવસની ઉજવણી “જમીનની સંભાળ: માપ, દેખરેખ, વ્યવસ્થા”ની વિષયવસ્તુના આધારે કરાશે. વાત કરીએ સૉઈલ હેલ્થકાર્ડ યોજનાની, તો છેલ્લા 2 દાયકામાં રાજ્યના ખેડૂતોને 2 કરોડ 15 લાખ જેટલા સૉઈલ હેલ્થ કાર્ડનું વિનામૂલ્યે વિતરણ કરાયું છે. તેમજ જમીનની તંદુરસ્તીમાટે આ અનોખી યોજના અમલમાં મુકવાવાળું ગુજરાત દેશનું સૌપ્રથમ રાજ્ય પણ બન્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ