જાન્યુઆરી 10, 2026 3:14 પી એમ(PM)

printer

આજે વિશ્વભરમાં વિશ્વ હિન્દી દિવસ ની ઉજવણી

આજે વિશ્વભરમાં વિશ્વ હિન્દી દિવસ ઉજવવામાં આવી રહ્યો છે.આ દિવસની સ્થાપના વિદેશમાં હિન્દી ભાષાને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી હતી. તેનો હેતુ રાજદ્વારી, શિક્ષણ અને સાંસ્કૃતિક આદાનપ્રદાન સહિત આંતરરાષ્ટ્રીય મંચો પર હિન્દીના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. 2006માં નાગપુરમાં આ દિવસે પ્રથમ વિશ્વ હિન્દી પરિષદ યોજાઈ હતી. ત્યારથી, દર વર્ષે 10 જાન્યુઆરીને વિશ્વ હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે કહ્યું કે ભાષા સંસ્કૃતિને જીવંત રાખે છે, અને તેનો ઉદ્દેશ્ય હિન્દી ભાષા દ્વારા દેશની સંસ્કૃતિ અને સમૃદ્ધ વારસાને પ્રોત્સાહન આપવાનો છે. ગઈકાલે વિશ્વ હિન્દી દિવસ નિમિત્તે વિદેશ મંત્રાલય દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં શ્રી સિંહે કહ્યું કે ભારતીય સાંસ્કૃતિક સંબંધો પરિષદ વિશ્વભરમાં હિન્દી ભાષાને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહી છે.
તેમણે ઉમેર્યું કે 100 થી વધુ દેશોમાં આશરે 770 સંસ્થાઓમાં હિન્દી શીખવવામાં આવે છે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સંદેશ વાંચી સંભળાવવામાં આવ્યો હતો, જ્યાં તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો કે આ દિવસ નિમિત્તે વિશ્વભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે પ્રવાસી ભારતીયો હિન્દી ભાષાના રાજદૂત છે.શ્રી મોદીએ તેમના સંદેશમાં જણાવ્યું હતું કે ભારતના વિકાસ અને વધતા વૈશ્વિક પ્રભાવને કારણે લોકો ભારત અને હિન્દીમાં રસ લઈ રહ્યા છે. ભારતમાં વિદેશી દૂતાવાસોના રાજદૂતો અને અન્ય રાજદ્વારીઓએ પણ આ પ્રસંગે ભાગ લીધો હતો.