આજે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસ ભાષા વ્યાવસાયિકોના કાર્યને યાદ કરવાનો અવસર છે, જે રાષ્ટ્રોને એકસાથે લાવવા, સંવાદ, સમજણ અને સહયોગને સરળ બનાવવા, વિકાસમાં યોગદાન આપવા અને વિશ્વ શાંતિ અને સુરક્ષાને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.2017માં, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ વિવિધ રાષ્ટ્રને જોડવામાં અને શાંતિ, સમજણ અને વિકાસને પ્રોત્સાહન આપવામાં ભાષા વ્યાવસાયિકોની ભૂમિકા પર એક ઠરાવ અપનાવ્યો અને 30 સપ્ટેમ્બરને આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ તરીકે જાહેર કર્યો. 30 સપ્ટેમ્બર એ બાઇબલ અનુવાદક, સેન્ટ જેરોમના તહેવારની ઉજવણીનો દિવસ છે, જેમને અનુવાદકોના આશ્રયદાતા સંત માનવામાં આવે છે.
Site Admin | સપ્ટેમ્બર 30, 2025 10:01 એ એમ (AM)
આજે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ ઉજવણી
