પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, વિશ્વ ભારત તરફ આતુરતાથી જોઈ રહ્યું છે. આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે NXT કોન્ક્લેવ 2025 ને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે વિશ્વભરના લોકો ભારતને જાણવા માંગે છે.
પ્રધાનમંત્રીએ કહ્યું, તેમણે દેશ સમક્ષ ‘વોકલ ફોર લોકલ’ અને ‘લોકલ ફોર ગ્લોબલ’નું વિઝન મૂક્યું હતું અને આજે આ વિઝન વાસ્તવિકતામાં ફેરવાઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, હવે આયુષ ઉત્પાદનો અને યોગ સ્થાનિકમાંથી વૈશ્વિક બની ગયા છે. તેમણે કહ્યું કે, ભારત હવે માત્ર કાર્યબળ નથી રહ્યું પરંતુ વિશ્વ શક્તિ બની રહ્યું છે. દેશ ઉત્પાદનો નિકાસ કેન્દ્ર તરીકે ઉભરી રહ્યો છે. જે ખેડૂતો એક સમયે સ્થાનિક બજારો સુધી મર્યાદિત હતા તેઓ હવે તેમના પાકને વૈશ્વિક બજારોમાં પ્રવેશ આપી રહ્યા છે
પ્રધાનમંત્રીએ નિર્ધારિત લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે લઘુત્તમ સરકાર-મહત્તમ શાસનના મંત્રને આભારી ગણાવ્યો. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પર, પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતના યુવાનો અમારી ટોચની પ્રાથમિકતા છે અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકોથી આગળ વિચારવાની તક આપી છે.