આજે વહેલી સવારે કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ આઠ હજાર 605 યાત્રાળુઓની વધુ એક ટૂકડી અમરનાથ ગુફાની યાત્રા માટે જમ્મુના ભગવતી નગર યાત્રી નિવાસ બેઝ કેમ્પથી રવાના થઈ હતી.યાત્રીઓ 372 વાહનોના કાફલામાં રવાના થયા હતા, જેમાં છ હજાર 486 પુરુષો, એક હજાર 826 મહિલાઓ, 42 બાળકો, 216 સાધુ અને 35 સાધ્વીનો સમાવેશ થાય છે. આમાંથી ત્રણ હજાર 486 યાત્રી બાલતાલ બેઝ કેમ્પ અને પાંચ હજાર 119 યાત્રીઓ પહેલગામ બેઝ કેમ્પ માટે રવાના થયા હતા, જ્યાથી તેઓ પવિત્ર ગુફાની મુસાફરી માટે આગળ વધશે.
Site Admin | જુલાઇ 7, 2025 8:46 એ એમ (AM)
આજે વહેલી સવારે કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ યાત્રાળુઓની વધુ એક ટૂકડી અમરનાથ ગુફાની યાત્રા માટે રવાના થઈ