આજે વસંત પંચમીનાં પવિત્ર દિવસે પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમમાં અમૃત સ્નાન માટે આસ્થાનો મહાસાગર ઉમટી પડ્યો. મહાકુંભનાં ત્રીજા અમૃત સ્નાન પર કરોડો શ્રધ્ધાળુઓ ગઈ કાલે મોડી રાતથી સંગમ પર એકત્ર થવા માંડ્યા હતા.આ પ્રસંગે સલામતીનો ચાંપતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. આજે મહત્વનું સ્નાન પર્વ હોવાથી સાધુ સંતો પર હેલીકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી. વિવિધ અખાડાઓના સંતો પોતાનાં નિર્ધારિત સમય અને કાર્યક્રમ પ્રમાણે હાથમાં તલવાર-ગદા, ત્રિશુલ, ડમરુ અને શંખર લઈને સંગમ પહોંચી રહ્યા છે.
Site Admin | ફેબ્રુવારી 3, 2025 3:06 પી એમ(PM)
આજે વસંત પંચમીનાં પવિત્ર દિવસે પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમમાં અમૃત સ્નાન માટે આસ્થાનો મહાસાગર ઉમટી પડ્યો
