ડિસેમ્બર 17, 2025 7:56 પી એમ(PM)

printer

આજે લોકસભામાં પરમાણુ ઊર્જાનો ટકાઉ ઉપયોગ અને પ્રગતિ ખરડો, 2025 પસાર થયો.

આજે લોકસભામાં પરમાણુ ઊર્જાનો ટકાઉ ઉપયોગ અને પ્રગતિ ખરડો, 2025 પસાર થયો છે. તેનો ઉદ્દેશ્ય પરમાણુ ઊર્જા ઉત્પાદન માટે પરમાણુ ઊર્જા અને આયનાઇઝિંગ રેડિયેશન વિકસાવવાનો છે.આ ખરડો પરમાણુ ઊર્જાના સલામત ઉપયોગ માટે એક મજબૂત નિયમનકારી માળખું પૂરું પાડશે.
આ ખરડો રજૂ કરતાં પરમાણુ ઊર્જા રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે વિશ્વ સ્વચ્છ ઊર્જા તરફ આગળ વધી રહ્યું છે અને સરકારે 2047 સુધીમાં 100 ગીગાવોટ પરમાણુ ઊર્જા ક્ષમતા પ્રાપ્ત કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. તેમણે નોંધ્યું હતું કે ભારતની વર્તમાન પરમાણુ ઊર્જા ક્ષમતા 8.8 ગીગાવોટ છે, જે 2014 માં 4.4 ગીગાવોટ હતી.
તેમણે ઉમેર્યું કે 2047 સુધીમાં ચોખ્ખી-શૂન્ય કાર્બન ઉત્સર્જનના લક્ષ્યને પ્રાપ્ત કરવા અશ્મિભૂત ઇંધણ અને પેટ્રોલિયમ પર નિર્ભરતા ઘટાડવાની જરૂર છે. ડૉ. સિંહે કહ્યું કે ભારતની વધતી જતી ઊર્જા જરૂરિયાતોને પૂરી પાડવા અને ઊર્જા મિશ્રણના 10 ટકા સુધી પરમાણુ ઊર્જાનો હિસ્સો વધારવા માટે આ ખરડો જરૂરી છે. તેમણે આ ખરડાને ખૂબ જ મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ગણાવ્યો.