આજે લોકસભામાં ‘એક રાષ્ટ્ર એક ચૂંટણી’ અંગેનાં બે ખરડાઓ લોકસભામાં રજૂ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલે ગૃહમાં બંધારણીય સુધારા ખરડો, 2024અને કેન્દ્રશાસિત પ્રદેશ કાયદા સુધારા ખરડો, 2024 રજૂ કરતાંની સાથે જ વિરોધ પક્ષોએ મત વિભાજનની માંગણી કરી હતી. 269 સભ્યોએ ખરડા રજૂ કરવાની તરફેણમાં અને 198 સભ્યોએ વિરોધમાં મતદાન કર્યું હતું.કોંગ્રેસ, ટીએમસી,સમાજવાદી પાર્ટી, ડીએમકે સહિતનાં વિરોધ પક્ષોએ ખરડાઓને દાખલ કરવા સામે વિરોધ કરીનેતેને બંધારણનાં મુળ માળખા પરનો હૂમલો ગણાવ્યો હતો. તેમણે ખરડાઓને સંયુક્ત સંસદીય સમિતી-JPCને મોકલવાની માંગણી કરી હતી.શ્રી મેઘવાલે વિરોધ પક્ષોનાં આક્ષેપને ફગાવી દીધાંહતાં. દેશનાં પ્રથમ કાયદા મંત્રી ડોક્ટર ભીમરાવ આંબેડકરનાં નિવેદનનો ઉલ્લેખ કરતાતેમણે જણાવ્યું કે, બંધારણનાં સમવાય માળખામાં કોઈ પરિવર્તન ન કરી શકે. કોંગ્રેસના મનીષ તિવારીએ જણાવ્યું કે, ભારત રાજ્યોનોસંઘ છે અને આ ખરડાઓને પાછા ખેંચી લેવા જોઇએ. ટીએમસીના સાંસદ કલ્યાણ બેનરજી અનેડીએમકેના સાંસદ ટીઆર બાલુએ પણ ખરડાઓનો વિરોધ કર્યો હતો.
Site Admin | ડિસેમ્બર 17, 2024 7:27 પી એમ(PM)
આજે લોકસભામાં ‘એક રાષ્ટ્ર એક ચૂંટણી’ અંગેનાં બે ખરડાઓ લોકસભામાં રજૂ કરવામાં આવ્યા
