ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 6, 2024 4:10 પી એમ(PM)

printer

આજે લાભ પાંચમનો શુભ દિન છે. આ નિમિત્તે આજે વેપારીઓ પોતાના વેપારની શરૂઆત કરે છે

આજે લાભ પાંચમનો શુભ દિન છે. આ નિમિત્તે આજે વેપારીઓ પોતાના વેપારની શરૂઆત કરે છે. વર્ષ દરમિયાન સારા વેપાર રોજગારની આશા સાથે વેપારીઓએ આજે આ દિવસની શરૂઆત પૂજન અર્ચન સાથે કરી હતી..
મહિસાગર ખાતે પણ વેપારીઓ આજના દિવસે શુભમૂહુર્તમાં પોતાના વ્યવસાયની શરૂઆત કરી હતી. જ્યારે વેપારની સાથેસાથે કૃષિકારો પણ આજના દિવસે પોતાના ખેતીકાર્યનો આરંભ કરે છે.
અરવલ્લી જીલ્લાના ખેડૂતો દ્વારા બટાકાની ખેતીનો વિધિવત આરંભ કરવામાં આવ્યો હતો. લાભ પાંચમથી ખેડૂતો બટાકાના વાવેતરમાં જોડાઈ ગયા છે. અરવલ્લી સહિત આસપાસના જિલ્લામાં મોટ ભાગે ખેડૂતો પ્રોસેસિંગ એટલે કે ચીપ્સના બટાકાનું વાવેતર કરતા હોય છે, જેથી ખેડૂતોને સારો ભાવ મળે છે… સામાન્ય રીતે બટાકા, નેવુ દિવસમાં તેનું ઉત્પાદન મળવા લાગે છે, જેથી ખેડૂતો દિવાળી પછી, વાવેતરની કામગીરીમાં જોડાઈ જાય છે. અરવલ્લી જિલ્લામાં અંદાજે 60 થી 70 હજાર હેક્ટરમાં બટાકાનું વાવેતર દર વર્ષે થતું હોય છે.
ધાર્મિક દ્રષ્ટિએ પણ આજના લાભ પંચમીન દિવસનું અનેરુ મહત્વ છે ત્યારે પાટણમાં જૈન સમાજ દ્વારા જ્ઞાન પાંચમ તરીકે આજના દિવસેને ઉજવવામાં આવ્યો હતો..
પાટણના હેમચન્દ્રાચાર્ય જ્ઞાન ભંડાર ખાતે સૌ જૈન ભાઈ બહેનોએ પૌરાણિક ગ્રંથ, પુસ્તકો, જુના હજારો વર્ષના સિક્કા સહીત સોનાની સાહીથી લખાયેલ ગ્રંથોના દર્શન કરી જ્ઞાનની પૂજા કરી હતી.. પાટણના આ જ્ઞાન ભંડારમાં હજારો વર્ષ જુના ચલણી સિક્કા, ગ્રંથો, તાડપત્ર, કેનવાસ પત્ર, પુસ્તકો સચવાયેલા છે જે આજના દિવસ માટે માત્ર દર્શન માટે ખુલ્લા મુકાય છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ