નવેમ્બર 6, 2024 7:09 પી એમ(PM)

printer

આજે લાભ પાંચમથી વેપાર ધંધાની શરૂઆત કરવામાં આવી

આજે લાભ પાંચમથી વેપાર ધંધાની શરૂઆત કરવામાં આવી. દિવાળી પછીની આ પાંચમે સૌ કોઇ રજા બાદ પોતાના કાર્યની શરૂઆત કરે છે. જેને શુભ દિવસ માનીને વેપાર ધંધામાં સફળતા મળે છે. વર્ષ દરમિયાન સારા વેપાર રોજગારની આશા સાથે વેપારીઓએ આજે આ દિવસની શરૂઆત પૂજન અર્ચન સાથે કરી હતી..
દીવાળીના મીની વેકેશન બાદ મોરબી, વાંકાનેર અને હળવદ માર્કેટિંગ યાર્ડ ધમધમતું થયું હતું, જ્યાં હરાજી સહિતના કામકાજ શરુ કરવામાં આવ્યાં છે. મોરબી માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી કાંતિલાલ પટેલ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મીની વેકેશન બાદ આજે લાભ પાંચમથી હરાજી શરુ કરવામાં આવી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.