લંડનના ઑવલ મેદાનમાં ભારત અને ઇંગ્લૅન્ડની ઍન્ડરસન-તેંડુલકર ટ્રૉફીની છેલ્લી અને પાંચમી ટૅસ્ટ શ્રેણીની મૅચ આજે રમાશે. ભારત પાંચ મૅચની આ શ્રેણીમાં બરાબરી કરવાના પ્રયાસ હેઠળ મેદાનમાં ઉતરશે. ભારતીય સમય મુજબ, બપોરે સાડા ત્રણ વાગ્યે કરાશે.
શ્રેણીમાં બે—એકથી પાછળ રહેલી ભારતીય ટીમે એક મહત્વના ફેરફાર કર્યો છે. ભારતે ઈજાગ્રસ્ત રિષભ પંતની જગ્યાએ ધ્રુવ જૂરેલને ટીમમાં સામેલ કર્યા છે. જોકે, સુકાની શુબમન ગિલે ટીમના અંતિમ પસંદગી ગુપ્ત રાખી છે. ઇંગ્લેન્ડ પણ ઘણા ફેરફાર કરી રહ્યું છે.
Site Admin | જુલાઇ 31, 2025 2:43 પી એમ(PM)
આજે લંડનમાં ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ઍન્ડરસન-તેંડુલકર ટ્રૉફીની છેલ્લી અને પાંચમી ટૅસ્ટ શ્રેણીની મૅચ રમાશે
