આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ છે. ૨૮ ફેબ્રુઆરી ૧૯૨૮ના રોજ ભારતીય ભૌતિકશાસ્ત્રી સર સી.વી. રમન દ્વારા રમન ઇફેક્ટની શોધના સન્માનમાં દર વર્ષે ૨૮ ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ (NSD) ઉજવવામાં આવે છે. આ વર્ષની વિષયવસ્તુ છેઃ “વિકસિત ભારત માટે વિજ્ઞાન અને નવીનતામાં વૈશ્વિક નેતૃત્વ માટે ભારતીય યુવાનોનું સશક્તિકરણ”.
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી- ગુજકોસ્ટ દ્વારા 1થી 28 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યભરમાં એક મહિના માટે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીનું સમાપન ગુજરાત સાયન્સ સિટી, અમદાવાદ ખાતે મુખ્ય રાજ્ય સ્તરીય કાર્યક્રમમાં પૂર્ણ થશે.
આ કાર્યક્રમનું પાટણ, ભુજ, ભાવનગર, રાજકોટમાં પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રો (RSCs) અને ગુજરાતના સામુદાયિક વિજ્ઞાન કેન્દ્રો (CSCs) અને દેશભરના અન્ય રાજ્ય વિજ્ઞાન અને ટેકનોલોજી જીવંત પ્રસારણ કરવામાં આવશે.
રાજકોટમાં આવેલું પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અત્યાર સુધીમાં બે લાખ 78 હજારથી વધારે મુલાકાતીઓ અને હજારો વિદ્યાર્થીઓએ આ કેન્દ્રની મુલાકાત લીધી છે.
Site Admin | ફેબ્રુવારી 28, 2025 9:30 એ એમ (AM)
આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસઃ એક મહિનાની ઉજવણીનું સમાપન અમદાવાદમાં ગુજરાત સાયન્સ સિટી ખાતે થશે.