આજે રાષ્ટ્રીય રસીકરણ દિવસ છે. ભારત સરકારે સઘન રસીકરણ અભિયાન હેઠળ વિવિધ રોગોની રસી આપીને લોકોને જીવનદાન આપ્યું છે.
સરકારનું પોલિયો રસીકરણ અભિયાન તેનાં “દો બુંદ જિંદગી કે” સુત્ર માટે ખૂબ જાણીતું બન્યું છે. વિવિધ રસીકરણ અભિયાન અંતર્ગત પોલિયો, ટીબી, શીતળા, ઓરી, ઇન્ફ્લુએન્ઝા અને કોરોના જેવી ગંભીર બીમારીઓ સામે લડીને અનેક લોકોને બચાવી શકાયા છે.
16 માર્ચ, 1955નાં રોજ ભારત સરકારે દેશમાંથી પોલિયો નાબૂદ કરવા માટે પોલિયોની રસીનો પ્રથમ ડોઝ આપીને સત્તાવાર રીતે પલ્સ પોલીયો રસીકરણ કાર્યક્રમની શરૂઆત કરી હતી.
સરકારના અવિરત પ્રયત્નના કારણે જ ગંભીર રોગ સામે સફળતા મળી અને વર્ષ 2014માં ભારતને પોલિયો મુક્ત દેશ જાહેર કરવામાં આવ્યો.
Site Admin | માર્ચ 16, 2025 9:30 એ એમ (AM)
આજે રાષ્ટ્રીય રસીકરણ દિવસની ઉજવણી
