ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 29, 2025 8:44 એ એમ (AM)

printer

આજે રાષ્ટ્રીય રમતગમત દિવસ – દેશભરમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન

આજે રાષ્ટ્રીય રમતગમત દિવસ છે. આ દિવસ દર વર્ષે 29 ઓગસ્ટના રોજ મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય રમતગમત દિવસ 2025ની થીમ “રમત એ શાંતિપૂર્ણ અને સમાવેશી સમાજને પ્રોત્સાહન આપે” છે.કોઈપણ ખેલ ખેલાડીના વ્યક્તિગત અને સામાજિક અવરોધોને દૂર કરે છે તો તેની સાથે ટીમ સાથે કમી કુશળતાને પ્રોત્સાહન આપે છે. ખેલાડી કોઈપણ પ્રદેશ, ધર્મ કે સમુદાયનો હોય તે તમામ ભેદભાવથી આગળ વધીને લોકોને એકસાથે લાવે છે. વિવિધ ખેલએ દેશની વિવિધતામાં એકતાની સાથે જોડે છે.આ ઉજવણી ઉપરાંત ફિટઇન્ડિયા મિશન 29 થી 31 ઓગસ્ટ દરમિયાન ત્રણ દિવસીય રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમનું આયોજન કરશે. “એક ઘંટા, ખેલ કે મેદાન મેં” (રમતના મેદાન પર એક કલાક) જેવા અભિયાન લોકોને દરરોજ ઓછામાં ઓછો એક કલાક આઉટડોર રમત અને શારીરિક પ્રવૃત્તિ કરવા પ્રોત્સાહિત કરશે.