ભારત આગામી 10 વર્ષમાં વિશ્વમાં ઉત્પાદિત કુલ દૂધમાંથી ત્રીજા ભાગનું ઉત્પાદન કરવાનું લક્ષ્ય ધરાવે છે. રાષ્ટ્રીય દૂધ દિવસ નિમિત્તે આકાશવાણી સાથે ખાસ વાત કરતા, અમૂલ બ્રાન્ડ તરીકે પ્રખ્યાત ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ જણાવ્યું કે અમૂલ ફેડરેશન આ લક્ષ્યને હાંસલ કરવા મોટી ભૂમિકા ભજવવાનું લક્ષ્ય ધરાવે છે અને સંયુક્ત રાજ્ય અમેરિકા -યુએસએ પછી અમૂલ યુરોપમાં તેની હાજરી સ્થાપિત કરવા તૈયાર છે.
શ્રી મહેતાએ આગામી વર્ષોમાં 2 લાખથી વધુ ગામડાઓમાં ડેરી સહકારી સ્થાપવાની ખાતરી કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લક્ષ્યની પણ પ્રશંસા કરી હતી.
Site Admin | નવેમ્બર 26, 2024 3:50 પી એમ(PM)
આજે રાષ્ટ્રીય દૂધ દિવસ : આગામી 10 વર્ષમાં વિશ્વમાં ઉત્પાદિત કુલ દૂધમાંથી ત્રીજા ભાગનું ઉત્પાદન કરવાનું ભારતનું લક્ષ્ય
