આજે રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ છે. કેન્સર અટકાયત, વહેલું નિદાન અને સારવાર અંગે જાગૃતિ ફેલાવવા 2014થી દર વર્ષે 7 નવેમ્બરનાં રોજ આ દિવસ મનાવવામાં આવે છે.
આ દિવસ પોલિશ-ફ્રેન્ચ ભૌતિકશાસ્ત્રી અને રસાયણશાસ્ત્રી મેડમ ક્યુરીનો જન્મદિવસ પણ છે, જેમની રેડિયમ અને પોલોનિયમની શોધે કેન્સરની સારવારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આજનાં દિવસે લોકોને મ્યુનિસિપલ ક્લિનિક, સરકારી હોસ્પિટલો અને CGHS સુવિધાઓમાં મફત ચકાસણીનો લાભ લેવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. સપ્ટેમ્બર 2014માં તત્કાલિન આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી
ડોક્ટર હર્ષવર્ધને રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસનો પ્રારંભ કરાવ્યો હતો.