આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના રાજ્યના પ્રવાસનો આજનો છેલ્લો દિવસ છે. આજે શ્રીમતી મુર્મૂ દ્વારકા ખાતે દર્શનાર્થે હતા. સાંજે ચાર વાગે તેઓ અમદાવાદ આવશે.
રાષ્ટ્રપતિએ દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝૂકાવી દર્શન કર્યા હતાં.
રાષ્ટ્રપતિએ ભક્તિભાવથી શાસ્ત્રોકત વિધિપૂર્વક પાદુકાપૂજન કરી ધન્યતા અનુભવી હતી. દ્વારકાધીશ મંદિર ખાતે પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાની ઉપસ્થિતીમાં દ્વારકાધીશ મંદિર દ્વારા રાષ્ટ્રપતિને ઉપરણું, દ્વારકા મંદિરની પ્રતિકૃતિ, ફુલ અને તુલસીમાંથી નિર્મિત અનુગ્રહમ અગરબતી, ગોલ્ડ પ્લેટેડ દ્વારકાધીશનું સ્વરૂપ તથા પ્રસાદ આપી સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિ સાથે તેમના દીકરી ઈતિશ્રી મુર્મૂ અને મહાનુભાવો જોડાયાં હતાં.
આજે બપોર બાદ રાષ્ટ્રપતિ અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારંભમાં ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પદવી એનાયત કરશે.. રાષ્ટ્રપતિના આગમનને લઇને અમદાવાદમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
Site Admin | ઓક્ટોબર 11, 2025 2:39 પી એમ(PM)
આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ દ્વારકા ખાતે દર્શન કર્યા.
