નવેમ્બર 5, 2025 3:01 પી એમ(PM)

printer

આજે રાત્રે વર્ષ 2025નો સૌથી તેજસ્વી અને સૌથી મોટો ચંદ્ર એટલે કે સુપરમૂનનો અવકાશી નજારો જોવા મળશે.

આજે રાત્રે વર્ષ 2025નો સૌથી તેજસ્વી અને સૌથી મોટો ચંદ્ર એટલે કે સુપરમૂનનો અવકાશી નજારો જોવા મળશે. ઑક્ટોબર 2025 થી જાન્યુઆરી 2026 સુધીના ચાર સુપરમૂનની શ્રેણીનો આ બીજો સુપરમૂન છે. આ અસાધારણ પૂર્ણ ચંદ્ર સામાન્ય કરતાં લગભગ 14 ટકા મોટો અને 30 ટકા વધુ તેજસ્વી દેખાશે, કારણ કે તે પૃથ્વીના સૌથી નજીકના બિંદુ – સુધી પહોંચશે.
આ કોસ્મિક ઘટનાની ઉજવણી કરવા GUJCOSTના દરેક જિલ્લામાં તેના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રો અને સમુદાય વિજ્ઞાન કેન્દ્રો દ્વારા, 6 નવેમ્બરની સાંજ સુધી ખાસ સુપરમૂન વોચ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.