આજે રાજ્યસભામાં વિમાન માલમાં હિતોનું રક્ષણ વિધેયક, 2025 રજૂ કરવામાં આવ્યું. નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ આ વિધેયક રજૂ કર્યું હતું. જેનો ઉદ્દેશ્ય ભારતના સ્થાનિક કાયદાઓને કેપ ટાઉન કન્વેન્શન અને તેના એરક્રાફ્ટપ્રોટોકોલ સાથે સુસંગત બનાવવાનો છે, જે આંતરરાષ્ટ્રીય સંધિઓ છે જે વિમાન અને અન્ય જંગમ સાધનોના ધિરાણઅને ભાડાપટ્ટાને સુવ્યવસ્થિત કરવા માટે રચાયેલ છે. આ બિલનો ઉદ્દેશ્ય સુરક્ષિત અને વધુરોકાણકાર-મૈત્રીપૂર્ણ ઉડ્ડયન ક્ષેત્ર સુનિશ્ચિત કરવાનો છે.
Site Admin | ફેબ્રુવારી 10, 2025 7:11 પી એમ(PM)
આજે રાજ્યસભામાં વિમાન માલમાં હિતોનું રક્ષણ વિધેયક, 2025 રજૂ કરવામાં આવ્યું
