નવેમ્બર 25, 2025 10:09 એ એમ (AM)

printer

આજે રાજ્યમંત્રીમંડળની યોજાનારી બેઠકમાં ટેકાના ભાવે ચાલી રહેલી ખરીદી, રાહત સહાય અને ખાતરની અછત અંગે ચર્ચા કરાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક આજે મળશે.આ કેબિનેટ બેઠક રાજ્યભરમાં ટેકાના ભાવે ચાલી રહેલી ખરીદી, રાહત સહાય અને ખાતરની અછત અંગે ચર્ચા કરાશે.
તે ઉપરાંત રાજયભરમાં યોજાઇ રહેલી એકતા યાત્રાના અને રાજ્ય સરકારની આગામી ચિંતન શિબિર પર ચર્ચા થશે
અમદાવાદના સંભવિત કોમનવેલ્થ ગેમ્સની જાહેરાત સંદર્ભે ઔપચારિક ચર્ચાની સાથોસાથ આગામી સરકારી અનેક કાર્યક્રમો અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.