ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ડિસેમ્બર 26, 2024 8:06 પી એમ(PM) | વીર બાળ દિવસ

printer

આજે રાજ્યભરમાં વીર બાળ દિવસ મનાવવામાં આવ્યો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદના થલતેજ ગુરુદ્વારામાં પુજા અર્ચના કરીને ગુરુ ગ્રંથ સાહેબના દર્શન કર્યા

આજે રાજ્યભરમાં વીર બાળ દિવસ મનાવવામાં આવ્યો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદના થલતેજ ગુરુદ્વારામાં પુજા અર્ચના કરીને ગુરુ ગ્રંથ સાહેબના દર્શન કર્યા હતા. મુખ્યમંત્રીએ લંગરમાં ભાગ લઈ ભક્તોને પ્રસાદ ભોજનનું વિતરણ કર્યું હતું અને વીર બાળકોનાં જીવન અને શહાદતને યાદ કરાવતું પ્રદર્શન નિહાળી કિર્તનમાં ભાગ લીધો હતો.
આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા સ્તરે પણ આ દિવસ મનાવવામાં આવ્યો. મહીસાગર જીલ્લાના લુણાવાડામાં આયોજિત આ કાર્યક્રમમાં વીર શહીદ સાહિબજાદા જોરાવરસિંહ અને ફતેસિંહજીની શૌર્યગાથાના પ્રસંગો વર્ણવતી પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ડાંગ જિલ્લાનાં વઘઈ ખાતે જિલ્લા કક્ષાનો અને આહવા અને સુબીર ખાતે તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. અંકલેશ્વરમાં નવી નગરી પાસે ગુરુદ્વારા ખાતે ગુરુવાણીનું વાંચન કરવામાં આવ્યું હતું.