આજે રાજ્યભરમાં બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.
ગાંધીનગરનાં વિસ્ટા ગાર્ડન ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી તથા સામાજીક ન્યાય અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયા, મંત્રીઓ કુંવરજી બાવળિયા, રાઘવજી પટેલ અને અગ્રણીઓએ બંધારણ દિવસની ઉજવણી પર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
અમારા ડાંગ જિલ્લાના પ્રતિનિધિ મુનીરા શેખ જણાવે છે કે, ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા આહવા ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરીને આહવામાં બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અનુસૂચિત જાતિ મોરચાના ઉપાધ્યક્ષ વસંત પરમારે જણાવ્યું હતું કે, ડો. બાબા સાહેબ આંબેડકરજનાં સંવિધાનથી લોકોને ગર્વભેર જીવન જીવવાનો અધિકાર મળ્યો છે.
અમારા રાજકોટ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે, પશ્ચિમ રેલ્વેના રાજકોટ ડીવીઝનમાં બંધારણ દિવસની 75મી વર્ષગાંઠ નિમિત્તે રાજકોટ ડીવીઝનલ રેલવે મેનેજર અશ્વની કુમારે ડીઆરએમ ઓફિસ ખાતે મોટી સંખ્યામાં અધિકારીઓ અને કર્મચારીઓને પ્રસ્તાવના વાંચીને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા મજબૂત કરવાનો સંકલ્પ લીધો હતો.
અમારા પાટણ જિલ્લાના પ્રતિનિધી રમેશ સોલંકી જણાવે છે કે, પાટણમાં ભાજપ, કોંગ્રેસ સહિત રાજકીય પક્ષો તેમજ અનુસૂચિત જાતિ, જનજાતિ, ઓબીસી અને મુસ્લિમ સમાજ દ્વારા બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને બંધારણના આમુખનુ વાંચન કરવામાં આવ્યું અને ભારતનાં બંધારણની રક્ષા કરી તેને સુરક્ષિત રાખવા પ્રતિજ્ઞા લેવામાં આવી.
Site Admin | નવેમ્બર 26, 2024 3:26 પી એમ(PM)
આજે રાજ્યભરમાં બંધારણ દિવસની ઉજવણી….
