માર્ચ 13, 2025 8:40 એ એમ (AM)

printer

આજે રાજ્યભરમાં આસ્થા અને ઉલ્લાસપૂર્વક હોળીનાં પર્વની ઉજવણી

આજે રાજ્યભરમાં આસ્થા અને ઉલ્લાસપૂર્વક હોળીનાં પર્વની ઉજવણી કરવામાં આવશે. અંબાજી, પાવાગઢ, દ્વારકા અને ડાકોર સહિતનાં મંદિરોમાં હોળી પ્રસંગે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવશે.
આકાશવાણી સમાચાર વિભાગ સૌ શ્રોતાઓને હોળીની શુભકામનાઓ પાઠવે છે.
કોડીનાર રામજી મંદિર ખાતે ગઈકાલે પ્રથમ વખત વ્રજનો મહાઉત્સવ હોળી રસિયાની ઉજવણી કરવામાં આવી. હવેલીનાં મહારાજ દ્વારા સંગીતના તાલે આયોજીત હોળી રસિયામાં સેંકડો ભાવિકો પધાર્યા હતા.
નર્મદા જિલ્લામાં આદિવાસી સમાજના દેવમોગરાના મંદિર પ્રાંગણમાં હોળી ઢોલ ઉત્સવનું પ્રથમવાર ભવ્ય આયોજન કરાયુ હતું. સાગબારા અને દેડિયાપાડા તાલુકાના ગામોમાંથી આદિવાસી પરંપરાગત ઢોલ, ગોસાંઈ(ઘેરૈયા) અને મહિલાઓએ હોળીના ગીતોની સ્પર્ધામાં ભાગ લીધો હતો.
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા સંચાલિત અમદાવાદનાં તમામ બગીચા હોળી અને ધુળેટીનાં તહેવાર નિમિત્તે સાંજે પાંચ વાગ્યા સુધી બંધ રહેશે. આ ઉપરાંત, અટલ બ્રિજ પણ 14 માર્ચનાં રોજ સાંજે પાંચ વાગ્યા સુધી બંધ રહેશે.