રાજ્યનાં 159 તાલુકામાં ગઈ કાલે સવારે છથી આજે સવારે ચાર વાગ્યા દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ સાત ઇંચ વરસાદ જામનગરના જોડિયા તાલુકામાં પડ્યો, જ્યારે જુનાગઢના મેંદરડા તાલુકામાં છ ઇંચ અને અમીરગઢ, કેશોદમાં 5-5 ઇંચ અને કાલાવડ, વંથલી, પલસાણા, જુનાગઢ અને માણાવદરમાં ચાર-ચાર ઇંચ વરસાદ પડ્યો છે.હવામાન વિભાગે છ દિવસ માટે રાજ્યમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું કે, આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, અરવલ્લી, ગાંધીનગર, પંચમહાલ, દાહોદ ઉપરાંત, સૌરાષ્ટ્રમાં પોરબંદર, જામનગર, જૂનાગઢ અને દ્વારકા અને દક્ષિણ ગુજરાતનાં અનેક જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે.
Site Admin | જૂન 23, 2025 8:22 એ એમ (AM)
આજે રાજ્યનાં મોટા ભાગનાં જિલ્લાઓમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી