ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 11, 2025 9:47 એ એમ (AM)

printer

આજે રાજ્યનાં અનેક જિલ્લામાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી

રાજ્યભરમાં આગામી બે દિવસ વરસાદી માહોલ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ઝોનના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં પણ 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની સાથે વરસાદી માહોલ જોવા મળશે. આ અંગે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે માહિતી આપી હતી.તળાજાના પીથલપુર પંથકમાં બપોરે ધોધમાર વરસાદ પડ્યો હતો. ભાવનગર શહેરમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.ગઈકાલે ડાંગ જિલ્લાના સાપુતારા સહિતના પંથકોમાં ગાજ-વીજ સાથે વરસાદ પડ્યો હતો. સાપુતારામાં બે કલાકમાં એક ઈંચ વરસાદ પડ્યો છે. સાબરકાંઠાના ઈડરમાં અને દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં પણ ધોધમાર વરસાદ થયો હતો.રાજ્યમાં ગઈકાલે મહતમ તાપમાન કંડલા એરપોર્ટ ખાતે 38 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં અનુક્રમે 35 અને 34 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આગામી દિવસોમાં મહત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ