હવામાન વિભાગે આગામી 4 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2-4 ડિગ્રીનો વધારો થવાની આગાહી કરી છે. સાથેસાથે આગામી 2 દિવસ ગુજરાત રાજ્યના ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદી માહોલ રહેશે. આજે ગુજરાત પ્રદેશના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની શક્યતા રહેશે.આજે રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે આછું વાવાઝોડું અને સપાટીના પવન સાથે 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે હળવા વરસાદની શક્યતા રહેશે..
Site Admin | મે 15, 2025 9:54 એ એમ (AM)
આજે રાજયના કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
