નવનિયુક્ત મંત્રીઓના ખાતા ફાળવણી બાદ આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. રાજ્યમાં પડેલા કમોસમી વરસાદની કેબિનેટ બેઠકમાં સમીક્ષા કરાશે.રાજ્યના સિનિયર મંત્રીઓને કમોસમી વરસાદની સમીક્ષા માટે વિસ્તારમાં મોકલાયા બાદ તેનો રિપોર્ટ લેવામાં આવશે. આજની કેબિનેટ બેઠકમાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલ નુકસાની વળતર અંગે પણ ચર્ચા થશે. 31 ઓક્ટોબર એકતા નગર કેવડીયા ખાતે એકતા દિવસની ઉજવણીના આયોજન અંગે પણ ચર્ચા થશે.મંત્રીઓને ખાતાઓની ફાળવણી કર્યા બાદ વિભાગોમાં મંત્રીની કામગીરી અને આગામી 100 દિવસના એજન્ડા સંદર્ભે પણ કેબિનેટ બેઠકમાં મંત્રીઓ મુખ્યમંત્રી ને રિપોર્ટ કરશે. રાજ્ય સરકારની આગામી નીતિવિષયક બાબતો સંદર્ભે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા થશે
Site Admin | ઓક્ટોબર 29, 2025 9:48 એ એમ (AM)
આજે યોજાનારી કેબિનેટની બેઠકમાં વરસાદગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરીને આવેલા મંત્રીઓ અહેવાલ રજૂ કરશે