ડિસેમ્બર 31, 2025 10:22 એ એમ (AM)

printer

આજે મોડી રાત સુધી થનારી 31મી ડિસેમ્બર નવા વર્ષની શાંતિપૂર્ણ ઉજવણી માટે રાજ્યભરની પોલીસ એક્શન મોડમાં

રાજ્યભરમાં આજે 31મી ડિસેમ્બરની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં સર્જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ તંત્ર એલર્ટ મોડમાં છે.અમદાવાદ ગ્રામીણ પોલીસે ૩૧ ડિસેમ્બરની ઉજવણી શાંતિ પૂર્ણ માહોલમાં થાય તે માટે તમામ તકેદારી લઇ રહી છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસ આજે રાત્રે રાજ્ય માર્ગો અને હાઇવે ઉપર તૈનાત રહેશે જેને કારણે સલામતીની વ્યવસ્થા જળવા રહે. અમદાવાદના ડેપ્યુટી એસપી તપન સિંહ ડોડિયાએ જણાવ્યું કે આજે શહેરની ગ્રામ્ય પોલીસે મોડીરાત સુધી ખડેપગે રહેશે.મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલે 31 ડિસેમ્બરની ઉજવણી દરમ્યાન સુરક્ષાના પગલાઓ અંગે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી.બીજી તરફ રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા ૩૧ ડિસેમ્બરની ઉજવણીના આયોજકો માટે કાર્યક્રમ પુર્વે જરૂરી મંજુરી લેવા અને પ્રતિબંધિત માદક પદાર્થો વેચવા તેમજ સેવન ન કરવા સહિતના આદેશો અંગે જાહેરનામું બહાર પડાયું છે.ગીર સોમનાથ જિલ્લામા ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. હાલમાં જિલ્લામાં 2 મુખ્ય ચેકપોસ્ટ અને 12 અલગ-અલગ વાહન ચેકિંગ કેન્દ્ર કાર્યરત છે.જીલ્લામાં પ્રોહિબિશનના કુલ 408 ગુના નોંધાયા છે.