આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારમાં તેમના સેવાદાયિત્વના ચાર વર્ષ પૂર્ણ થયા છે. આ ચાર વર્ષ સેવા-સમર્પણ, સુશાસન, ઔદ્યોગિક વિકાસ અને નીતિ નિર્ધારણના રહ્યા છે. અવિરત, માનનીય મુખ્યમંત્રીશ્રીએ આ ચાર વર્ષોમાં વિકાસનાં લાભ રાજ્યના જન-જન સુધી પહોંચે તે સુનિશ્ચિત કર્યું છે.માનનીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગુજરાત આજે રિન્યુએબલ એનર્જી, સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવા ઉભરતા ક્ષેત્રોમાં અગ્રેસર બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. ગત ચાર વર્ષોમાં તેમના કાર્યકાળ દરમિયાન ગુજરાતે દરેક ક્ષેત્રે વિકાસ સાધ્યો છે, દરેક ક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરી છે.આ ચાર વર્ષો દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મક્કમ અને નિર્ણાયક નેતૃત્વનું મજબૂત ઉદાહરણ આપ્યું છે.
Site Admin | સપ્ટેમ્બર 13, 2025 10:13 એ એમ (AM)
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારમાં તેમના સેવાદાયિત્વના ચાર વર્ષ પૂર્ણ થયા
