ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 10, 2024 9:47 એ એમ (AM) | માનવ અધિકાર દિવસ

printer

આજે માનવ અધિકાર દિવસ: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ-NHRC દ્વારા આયોજિત કાર્યક્રમને સંબોધિત કરશે.

આજે માનવ અધિકાર દિવસ છે. વિશ્વભરમાં માનવ અધિકારોનું રક્ષણ કરવા નિર્ધારિત માપદંડોનું પાલન કરવા વર્ષ 1948માં સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં આ અંગેનો ઠરાવ પસાર કરાયો હતો. આ વર્ષનો વિષય છે “આપણા અધિકારો, આપણું ભવિષ્ય, વર્તમાનમાં છે: વર્ગખંડથી કાર્યસ્થળ સુધીના તણાવને નિયંત્રિત કરો.” રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ-NHRC દ્વારા આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરશે. એક નિવેદનમાં -NHRCએ જણાવ્યું કે, રાષ્ટ્રપતિના સંબંધોન બાદ માનસિક સુખાકારી પર રાષ્ટ્રીય પરિષદ યોજાશે.
માનવ અધિકાર ઉલ્લંઘનના 23 લાખથી વધુ કેસ નોંધાયા છે અને માનવ અધિકાર ઉલ્લંઘનનો ભોગ બનેલા લોકોને રાહત તરીકે અંદાજે 256 કરોડ રૂપિયાની રકમની ભલામણ કરવામાં આવી છે.