ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 11, 2025 9:46 એ એમ (AM)

printer

આજે મધર્સ ડે પ્રસંગે અમદાવાદની સિવિલ હોસ્પિટલ સહિત કેટલાક સ્થળોએ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

પ્રવર્તમાન સ્થિતિને પગલે લોહીની આકસ્મિક જરૂરિયાતને પહોંચી વળવા વિવિધ જિલ્લામાં રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આજે મેગા બ્લડ ડોનેશન ઝુંબેશ શરૂ કરાશે.સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા શહેર અને જિલ્લાના અન્ય સ્થળોએ જઇને પણ બ્લડ કલેક્ટ કરાશે. આ અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.રાકેશ જોષીએ માહિતી આપી. દરમિયાન, ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે મણીબેન કોટક હાઈસ્કૂલ, ખાતે આજે ‘બ્લડ ડોનેશન’ કેમ્પ યોજાશે. અમદાવાદ શહેર/ગ્રામ્ય વિસ્તારોની તમામ વહીવટીતંત્રની કચેરીઓ, APMC જેવા સ્થળોએ આજથી 16 મે સુધી બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. ભાવનગરમાં પણ આજે સવારે ૯-૦૦ થી બપોરના ૨-૦૦ કલાક સુધી મોતીબાગ ટાઉન હોલ ખાતે ‘મેગા બ્લડ ડોનેશન કેમ્પ’ નું આયોજન કરવામાં આવ્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ