આજે ભૂકંપના દસ જેટલા આંચકાથી કચ્છ જિલ્લાની ધરા ધ્રુજી ઉઠી. વહેલી સવારે ભૂકંપના સતત આઠ આંચકા નોંધાયા. પરોઢિયે સાડા ચાર કલાકે 4.6 ની તીવ્રતા સાથે વાગડ વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો. જેને પગલે નિંદ્રાદિન લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 22 કિલોમીટર દૂર પશ્ચિમ ઉત્તર દિશામાં નોંધાયું. આ જ દિશામાં ઉપરાછાપરી ભૂકંપના આઠ આંચકા નોંધાયા. ત્યારબાદ વધુ બે આંચકા નોંધાયા. સવારે 9:02 કલાકે રાપર નજીક 2.5ની તીવ્રતા અને 11:19 કલાકે ૩ની તીવ્રતાનો આંચકો નોંધાયો. લાંબા સમય બાદ એક દિવસમાં 10 થી વધુ આંચકા અનુભવાતા સ્થાનિકોમાં ભય ફેલાયો છે.
Site Admin | ડિસેમ્બર 26, 2025 7:13 પી એમ(PM)
આજે ભૂકંપના દસ જેટલા આંચકાથી કચ્છ જિલ્લાની ધરા ધ્રુજી ઉઠી.